STORYMIRROR

Prahladbhai Prajapati

Inspirational Others

3  

Prahladbhai Prajapati

Inspirational Others

માનાં ઠપકાઓનો બંધક

માનાં ઠપકાઓનો બંધક

1 min
28K


બંધક છું રેખા બહારના લઇ ઠપકાના મીઠો વિલાપે

આઝાદીની તરાપમાં માની ત્યજી લક્ષ્મણ રેખાએ


હું મન મનાવી લઉ છું હવે આ ખબર પડ્યા પછી

ખેદ ભાવે ચહેરો ખાય છે ચાડી કૈક ગુમાવ્યા પછી


ડહાપણ શું કામનું ? રાંડ્યા પછીની વિધવાનું  

તરવું ક્યાં ? સુકાઈ ગયા પછી પાણી,સરોવરનું


કથા પારાયણ શું ગાવી પછી પ્રેમની તૂટયા પછી 

પણસે થડકો પીછાણ્યો તીરે કમાન છૂટયા પછી


લાગણીએ બચાવનામું લખીએ જાત છુપાવવાને  

હકીકતે પ્રાયચીતને વાચા મળી સત્ય ઉચ્ચારવાને 


કિંમતી સાબુએ સફેદ વસ્ત્રો ધોઈ પહેર્યા દેખાવ કાજે 

જુના ફાટેલા સાંધેલાની ખોટ કદી ના પુરી જીવવાને


માનો પ્રેમ વિષ ભરેલા કટોરે ઘોળ્યો જીવ વરસાવીને 

ઠપકાઓ છૂપો સાચા પ્રેમનોદરિયો ખોયો તરસાવીને


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational