મા
મા


કોણ કહે છે, તું નથી ? સપને મળે છે મા,
સર્વ આધિ વ્યાધિ ઉપાધી ટળે છે મા.
જિંદગીના પ્રશ્નથી જો દિલ બળે છે મા ;
એક ચિત્તે વાત મારી સાંભળે છે મા.
લોહીના આંસુ વહાવે એક મા જ્યારે,
દીકરો હોવા છતાં પણ ટળવળે છે મા.
ઘર અમારું રોશનીથી ઝળહળે કાયમ,
રાત દી' આઠે પ્રહર રોજ બળે છે મા.
શક્ય ક્યાં છે ઇશનું મળવું બધાને અહીં ?,
એટલે ઈશ્ ના સ્વરૂપે અહીં મળે છે મા.
ખળભળાવી નાખતી આ યાદ ખૂંચે છે,
જો છબીથી વહાલ તારું ઝળહળે છે મા.
હું હૃદયથી જો સ્મરું મા એક પળ માટે,
સર્વ દેવી દેવતા આવી ભળે છે મા.