મા ની પડછાઇ
મા ની પડછાઇ


મા થી મોટું કોઈ નથી
પણ હું વાત કરું છું શિક્ષક
શું મા ની પડછાઇ છે ?
ઘરેથી જયારે સ્કૂલ જવાનું ગમતું ન હતું
મા ને છોડી અમે ગુરુમા (શિક્ષક) પાસે આવ્યા,
શું મા ની પડછાઇ છે ?
એમનું ભણાવવાનું ગમતું હતું
વાર્તા સાંભળવી ગમતી હતી
ગીતો ગાવું ગમતું હતું
પણ લેશન કરવું ગમતું ન હતું
લેશન બાકી રહેતા ગુરુનો માર ખાવો પડતો
છતાં શીખવા મા બધાને સરખું જ્ઞાન પીરસતા
ગુરુમા મા ની પડછાઇ તો છે.