મા એટલે જાણે
મા એટલે જાણે
માં તારી મમતાની શક્તિ અનંત છે,
જાણે આકાશે ચમકી રહ્યા તારા છે,
મા અશક્ય શક્ય બનાવે એવી તારી પ્રાર્થના છે,
જાણે પાણીમાં જલી રહ્યો દીપક છે,
બાળક માટે આંખોમાં છલકી રહ્યો પ્રેમ છે,
જાણે સૂર્યમુખી સૂર્યને જોઈ ખીલી જાય છે,
તારા હાથે બનેલ વ્યંજનમાં એવો રસાસ્વાદ છે,
જાણે અમૃત થાળીમાં સાક્ષાત છે,
તારા પાલવમાં એવો તે છાયો છે,
જાણે બળબળતી બપોરે ઘનઘોર વૃક્ષ છે,
તારા સહારે જીવન એવું શીતળ છે,
જાણે નિશાનો મીઠો ચંદ્ર છે,
તારી દુઆથી કારકિર્દી એવી તેજસ્વી છે,
જાણે નભમાં ચમકતો ભાનુ છે.
