STORYMIRROR

Jivatiben Bachubhai Pipaliya

Classics Inspirational

4  

Jivatiben Bachubhai Pipaliya

Classics Inspirational

મા ભોમની આઝાદી કાજે

મા ભોમની આઝાદી કાજે

1 min
347

કૃષ્ણ, મહાવીર, બુદ્ધ, રાજશ્રી અશોક ને વળી હર્ષ,

સિંહ સમા વીરો થકી, પામ્યો'તો દેશ ઉત્કર્ષ.


ધાડા ઉતર્યા યવનો તણાં ને દેશ થયો પરતંત્ર,

મુક્તિની આશાએ મથ્યાં પણ તોય રહ્યાં પરતંત્ર.


બંડ ના ગણો કાયર, ક્રાંતિ પીડાથી પ્રસવે !

દમનનો દાનવ નાથવા શસ્ત્ર ઉઠાવવા પડે.


ભગતસિંહ તો બાંધે કફન ને કરે જુહાર આજે, 

સુખ સઘળા છોડ્યાં મા ભોમની, આઝાદી કાજે.


શૌર્ય ભાવ ઉરે ઉછળે, સુખદેવની વીરતા પ્રગટે,

રાજગુરુના રોમરોમથી અગન જ્વાળા પ્રગટે.


ક્રાંતિ તણી આગ ત્રિપુટી, દેખી ગોરા ડરવા લાગ્યાં, 

સૂર્ય સેનની શૌર્ય વાણીએ મુર્દા દોડવા લાગ્યાં.


ધાંય ધાંય કરી વીંધ્યો, કર્નલ વાયલીને શહીદ થયો મદન,

સ્વતંત્રતાના દ્વાર ખોલનાર સૌ શહીદને કરો ભાવથી વંદન.


Rate this content
Log in

Similar gujarati poem from Classics