STORYMIRROR

Shaurya Parmar

Tragedy

3  

Shaurya Parmar

Tragedy

મા ભારતી

મા ભારતી

1 min
13.6K


તારા ગયા પછી, તને જ શોધ્યા કરું છું, 

લોકો કહે કે, ક્યાં ગાંડાની જેમ ફરું છું?

તારે તો ત્યાં, આનંદ જ આનંદ હશે, 

અહીંયા તારી યાદે, ક્ષણેક્ષણ મરું છું ! 

તું પણ, મારી રાહ જોઈ બેઠી હોઈશ, 

માટે ઉપર આવવા, અરજી પત્રક ભરું છું.

ભરતી પ્રક્રિયા, ત્યાં પણ ધીમી જ છે,

માટે યમરાજને, થોડી રકમ ધરુ છું.

ઓળખાણ વગર, રકમ પણ નકામી, 

એ કહે, હું ક્યા કોઇના પ્રાણ હરું છું ?

પછી નામ આપ્યું તારું, 'મા ભારતી',

ઊભા થઈ, એમનાથી હું પણ થરથરું છું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy