Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Neha Desai

Tragedy Others

4  

Neha Desai

Tragedy Others

લઉં છું, રોજ

લઉં છું, રોજ

1 min
385


દુરથી તારાં આગમનને, જાણી લઉં છું રોજ,

જિંદગી ! તારાં પગરવને, પારખી લઉં છું, રોજ !


ઘેરાયેલા અકળ મૌનને સાથ આપવા,

ઉદાસીને અઢેલીને, બેસી લઉં છું, રોજ !


ટકોરા દે છે સંસ્મરણો, મનની ડેલીએ,

હળવેથી કમાડ મનનાં, બંધ કરી લઉં છું, રોજ !


છો ઘેરાય વાદળો, ઘનઘોર યાદોનાં હૃદયે,

હળવેથી આંસુ બે છાનાં, સારી લઉં છું, રોજ !


ઢળે છે રોજ દિવસ, ઉગતાં સુરજની આશમાં,

હતાશાની ગર્તામાંથી, ઝાંખી લઉં છું, રોજ !


કોણ અહીં સાથ નિભાવે છે, જિંદગીભર?

“ચાહત” થી બે પળ, જીવી લઉં છું, રોજ !


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy