STORYMIRROR

Nikita Panchal

Romance

4  

Nikita Panchal

Romance

લપાતી છુપાતી

લપાતી છુપાતી

1 min
500

આવી હું પ્રણયમાં લપાતી છુપાતી,

પણ તું જાણે કેટલાય હોંકારા કરે.


ઠંડા છે શ્વાસ મારા ઠરેલા જોને,

પણ તું લાવાનો એમાં વરસાદ કરે.


એક નજરે તને હું શું જોવું સહેજ,

જમાનો તો એમાંય કેટલાંય બખારા કરે.


પ્રેમની શરૂઆત હું કરું થોડી થોડી,

પણ તું એમાંય મારાથી નારાજગી કરે.


પહેલાં આનાકાની કરે રકજક કરે,

તું પણ અમારા પર ઘણાં સિતમ કરે..


નિગાહ માને કે ના માને આ મોહબ્બત,

મહેબૂબ બની તું પ્રેમરજનીની શરુઆત કરે.


Rate this content
Log in

Similar gujarati poem from Romance