STORYMIRROR

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

4  

Gordhanbhai Vegad (પરમ પાગલ)

Inspirational

લખ

લખ

1 min
27K


લીલાંછમ ઘાંસ ઉપર ભીની ઝાકળ લખ,

ને કૂણી લાગણી ઉપર એક અટકળ લખ,


એક ઈંતજાર આંખોમાં સળવળે જન્મોથી,

હવે પવનમાં એ આગંતુકનો પગરવ લખ,


નથી કોઈ અહીં જે સમજી શકે દર્દ રૂહનું,

તો ભીતર સ્થિરતામાંય ખુદની ભટકન લખ,


જો સંવેદનાઓ ઉપર સવારી અહેસાસની,

હવાઓ ઉપર સ્નેહ સંદેશનો કાગળ લખ,


દિલ દર્દને પચાવી લીધું હોય જો પ્રેમથી તે,

હવે થોડુંક દર્દની પેલે પાર કંઈક આગળ લખ,


છે આ "પરમ" જીવનની પ્રત્યેક પળમાં પ્રેમ,

તો સ્પંદનોના સથવારે તું બની "પાગલ" લખ.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational