લિલામ ના કર
લિલામ ના કર
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
![](https://cdn.storymirror.com/static/1pximage.jpeg)
ભરી બજારમાં આમ આબરૂને તું લિલામ ના કર,
સાવ ખોટી વાતમાં આટલી હવે તું બબાલ ના કર,
વાત તારી સાચી હશે પણ મારીયે કંઇ ખોટી નથી,
આપસમાં સમજી લઈએ જાહેરમાં તું ધમાલ ના કર,
સતના પારખાં ન હોય કદી કહી ગયા પૂર્વજો વાત,
વાત-વાતમાં પુરાવા માગી ખોટા તું ઇલજામ ના કર,
પ્રીત કરીને પ્રીતની પરીક્ષા સરા જાહેર કેમ કરી તે ?
વિશ્વાસની નૈયા ડુબાડીને હવે સાવ તું બદનામ ના કર,
ચાલ હજુયે સમય છે નવેસરથી શરુઆત કરીએ,
ઠેસ પહોંચે દિલને એવા હવે જરીયે તું કામ ના કર.