લિખિતંગ કોઈ નહીં
લિખિતંગ કોઈ નહીં


હતા તે શબ્દો,
લાગણીની શાહીથી ભરેલા;
પ્રેમથી તરબોળ પણ,
લિખિતંગ કોઈ નહીં.
હતો વર્ણનોમાં હુંજ,
અક્ષરો તે સ્નેહથી વરેલા;
જાણે કાનમાં હુંફાળા બોલ પણ,
લિખિતંગ કોઈ નહીં.
જેટલું વાંચતો,
સમજી મારા મનને ઉછળેલા;
જાણે લહેરાતો કોઈ મૉલ પણ,
લિખિતંગ કોઈ નહીં.
થયો જાણીતો એવો અજાણતા,
જાણે ખુબ મળેલા;
પત્રજ બન્યો તેમનો કૉલ પણ,
લિખિતંગ કોઈ નહીં.
થયો 'શોખીન' લિખિતંગનો,
દબાવી ઉમળકા ઉછળેલા;
બસ ચાહતો તે શબ્દોના ગૂંથનારને,
અન્ય બીજું કોઈ નહીં.