લિજ્જત છે
લિજ્જત છે


વિરહની વેદનાને નિભાવી જાણવામાં લિજ્જત છે,
સુમધુર રંગમાં પ્રેમથી માની જવામાં લિજ્જત છે,
વાતાવરણની સહેલ ખુશ્બુથી માણવામાં લિજ્જત છે,
અષાઢી વાતાવરણમાં મયુરને નાચતો જોવામાં લિજ્જત છે,
યાદોને રોકાય જે, તે યાદો તાજી રાખવામાં લિજ્જત છે,
સમયને સંજોગોને વશમાં રાખી ચાલવામાં લિજ્જત છે,
મહેફિલોમા રંગતને પ્રેમથી માણવામાં લિજ્જત છે,
રિસાયેલાને પ્રેમથી સમજાવી મનાવવામાં લિજ્જત છે,
વ્યોમ કેરી જંજાળને મિટાવવામા લિજ્જત છે,
રોશની સિતારાઓની નિહાળવામા લિજ્જત છે,
બાહનાઓ આપી નિયમોને પાળવામાં લિજ્જત છે,
વચનને વશ થઇ સમય સાચવવામાં લિજ્જ્ત છે,
જિન્દગીની દરેક પળમાં હસતા રહેવામાં લિજ્જત છે,
જિન્દગીમાં પલેપલમાં અન્યને હસાવવામાં લિજ્જત છે.