STORYMIRROR

Drsatyam Barot

Tragedy

3  

Drsatyam Barot

Tragedy

લીલું વન

લીલું વન

1 min
27K


જાત ઈર્ષાની અમારે બાળતાં વર્ષો થયાં,

મેંલ દિલમાંથી અમારે કાઢતાં વર્ષો થયાં.

રોજ મારી જાતમાં કચરો ભરાતો હોય છે,

આયખાનો આજ કચરો વાળતાં વર્ષો થયાં.

રાગ દ્વેષોથી ભરેલાં આજના સંબંધ છે,

એક નાની વાતને પણ ભૂલતાં વર્ષો થયાં.

દોસતીના નામ પર આપ્યાં હતા જખ્મો તમે,

ત્યાં મલમ પાછો સમયનો લાગતાં વર્ષો થયાં. 

એક દેવું લઈ અમે જીવી ગયા આ જિંદગી,

વ્યાજમાંથી જાત પાછી લાવતાં વર્ષો થયાં.

ખૂબ રાખ્યો જાત પર કાબૂ અમે તો ક્યારનો,

કરકસરથી જિંદગી ને જીવતાં વર્ષો થયાં.

એક આખું રણ અહીં તપતું હતું આ જાતમાં,

એ જગાએ આજ લીલું વન થતાં વર્ષો થયાં.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy