STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Romance

4  

Ramesh Patel (Aakashdeep)

Romance

લગ્નતિથિના ગુલાલે ગુંજે ગુંજન

લગ્નતિથિના ગુલાલે ગુંજે ગુંજન

1 min
1.0K

 દૂર ડુંગરીયે કોકિલ કવન,

ઝીલી અષાઢી મ્હેંકે જીવન,

સપ્તપદીનાં પાવન ગુંજન,

ઝીલી ટહુકો ટહુંકાવું રે મન,

લગ્નતિથિના ગુલાાલે ગુંજે ગુંજન..

 

ભીંના ઝરુખડે ઝૂમે જોબન,

ગાજે છે શ્યામ મેઘો ગગન,

ઝીલી ટહુકો ટહુંકાવું રે મન,

લગ્નતિથિના......

 

રીસામણાં મનામણાંના વન,

જાણે ઝૂમે ઝાડવાં ઝીલી પવન,

સથવારે શોભ્યાં આંગણ ઉપવન,

ઝીલી ટહુકો ટહુંકાવું રે મન,

લગ્નતિથિના....


અનુભવે ખીલવ્યાં રે ઓરતાં,

ઝૂલ્યાં જીવન માંડી નવી વારતા,

કુટુંબ કલરવે ગુંજ્યાં ચમન,

ઝીલી ટહુકો ટહુંકાવું રે મન,

લગ્નતિથિના.....

 

વહ્યાં વરસો અણમોલ,

વ્હાલે વર્ષા વાસંતી દોલ,

સંગસંગ સરગમ સજી રે સજન,

ઝીલી ટહુકો ટહુંકાવું રે મન

લગ્નતિથિના....

 

લગ્નતિથિના ગુલાલે ગુંજે ગુંજન

ઝીલી ટહુકો ટહુંકાવું રે મન. (૨)


Rate this content
Log in

Similar gujarati poem from Romance