STORYMIRROR

Meera Parekh vora

Romance Tragedy Inspirational

3  

Meera Parekh vora

Romance Tragedy Inspirational

લગ્નનું સપનું સપનું જ રહી ગયું

લગ્નનું સપનું સપનું જ રહી ગયું

1 min
277

લગ્નનું સપનું સપનું બનીને જ રહી ગયું.....

  લગ્ન મંડપ સુધી પહોંચીને પણ મંડપ મુહર્ત રહી ગયું...


  ખુશી તો બહુ હતી પણ ખુશીમાં ઝૂમવાનું જ રહી ગયું....

  કંકોત્રી તો હતી જ પણ લગ્ન લખવાનું જ રહી ગયું...


  જાન તો આવી પણ જાનનો ઉમંગ રહી ગયો...

  પોખ્યા તો ખરા જમાઈને સ્વાગત કરવાનું રહી ગયું...


  વરરાજા તો આવ્યા સાથે હસી લાવવાનું રહી ગયું...

  વધુ તો આવી મંડપમાં પણ ચહેરાનો નિખાર રહી ગયો..


  લગ્ન તો લેવાયા પણ લગ્નનું ચોઘડિયું રહી ગયું.....

  વિદાય તો દીધી પણ દીકરીનું સુખ જોવાનું રહી ગયું...


  સાસરે તો પહોંચ્યા પણ પગલાં પાડવાનું રહી ગયું...

  હું સાસરે તો આવી પણ મારું સ્વાગત રહી ગયું....


  બધા ખુશ દેખાયા પણ લક્ષ્મી માટે ઘર સજાવટ રહી ગઈ..

  લગ્ન તો થઈ ગયા પણ અમુક વિધિ બાકી રહી ગઈ..


  સાસરે તો પહોંચી પણ બધાંને ગમતી એક જ વાર રમાતી અંગૂઠીની રમત પણ રહી ગઈ.


Rate this content
Log in

Similar gujarati poem from Romance