લગ્ન
લગ્ન
આજે તુલસી વિવાહ ના અવસર ઉજવાય રે,
વર કન્યા ના માતા પિતા તે કેવા હરખાય રે.....
કંકુ છાંટીને કંકોતરી લખાય રે,
વર પક્ષે આનંદે ડો લે નચાય રે,
કન્યા પક્ષે વિષ્ણુ વર ને કેવા પોખાય રે,
વર વિષ્ણુની માતા કેવી હરખાઈ જાય રે,
કન્યા તુલસી બહેનના મામા માયરે લાવતા રે,
તુલસી બહેન પિયુ ને જોઈ મલકાતા રે,
કન્યા તુલસી બહેનના મંગળફેરા ફરાય રે,
માતા પિતા કન્યા તુલસીનાં વર ને દાન કરતાં રે,
તુલસી બહેન ને કેવા આંસુડે વળાવાય રે,
ચોતરફ દુઃખ નાં આંસુ રેલાય રે,
જાનૈયા કેવા હરખાતાં,
તુલસી બહેન ને વિષ્ણુ ભગવાનનાં થઇ જાતા રે.....
આજે તુલસી વિવાહના અવસર ઉજવાય રે.....
