લગ્ન જીવન સરસ ચાલશે
લગ્ન જીવન સરસ ચાલશે
મોબાઈલ ભલે વાપરો
પણ પરિવારને સમય ફળાવશો
તો લગ્નજીવન સરસ ચાલશે,
નોકરી તમે કરો પૈસા ત્યારે આવે
પરંતુ નોકરી ત્યારે થાય
જ્યારે પત્ની ઘર સાંભળે
એ વાત તમે સમજશો
તો લગ્નજીવન સરસ ચાલશે,
નાની મોટી તકરાર
પાસે બેસી હલ કરી લેશો
સામે સામ ગુસ્સો કરી
વાત નહીં વધારો
તો લગ્નજીવન સરસ ચાલશે,
એક બીજાનાં
સ્વભાવ ને સમજી
થોડું જતું કરી ને રહેશો
તો લગ્નજીવન સરસ ચાલશે,
ગમે તેવી ખરાબ પરિસ્થિતિ આવે
અકળાયા વગર
બંને સાથે મળી
પ્રેમથી રસ્તો કાઢશો
તો લગ્નજીવન સરસ ચાલશે,
પૈસા ઓછા હોય તો
કરકસર કરી ચલાવી લેશો
પૈસા માટે જગડો નહિ કરો
તો લગ્ન જીવન સરસ ચાલશે,
હું ઘરનું કામ કરું છું
મારે ક્યાં રજા હોય,
કે નોકરી કરું છું આરામ કરવા દે
જેવા શબ્દ નહીં વાપરો
તો લગ્નજીવન સરસ ચાલશે,
જીવનસાથી ને કોઈ કઈ કહે
તો એનું ઉપરાણું લઈ લેશો
હોય ભલે ઘરના કે બહાર નાં
તો લગ્નજીવન સરસ ચાલશે,
એક મેકની તકલીફ સમજી
તકલીફમાં સાથ આપશો
તો લગ્નજીવન સરસ ચાલશે,
સંતાનને ઉછેરવાની જવાબદારી
બંનેની છે
એમ માની એક બીજાને
સહયોગ આપશો
તો લગ્નજીવન સરસ ચાલશે.

