લગ્ન એટલે
લગ્ન એટલે
લગ્ન એટલે એક તારો અને એક મારો,
પડછાયો એક થયાંનો અહેસાસ,
લગ્ન એટલે સગાઈની વીંટી પહેરાવતી વેળાએ,
તારા સ્પર્શનો અહેસાસ,
લગ્ન એટલે હસ્તમેળાપના સમયે,
આપણી નજરો એક થયાનો અહેસાસ,
લગ્ન એટલે તારું મારી સેંથીમાં સિંદૂર ભરતી વેળાએ,
મારી પલકોનું શરમથી ઢળ્યાનો અહેસાસ,
લગ્ન એટલે ચોરીના ચાર ફેરા ફરવાની સાથે,
તારા જીવનમાં મારૂં એક થયાનો અહેસાસ,
લગ્ન એટલે ધીમે ધીમે હું અને તું માંથી,
આપણા એક થવાનો અહેસાસ,
લગ્ન એટલે આલ્બમમાં આપણા લગ્નના ફોટા જોતા,
આંખોમાં આવતી એક ચમક નો અહેસાસ,
લગ્ન એટલે જીવનની ઉગતી સંધ્યા એ,
તારી સાથે બેસીને કોફી પીવાનો અહેસાસ,
લગ્ન એટલે જીવનની ઢળતી ચાંદની રાતે,
એકબીજાને ઉષ્મા ભરી હૂંફ આપ્યાનો અહેસાસ,
લગ્ન એટલે તારા અને મારા જીવનની,
અવિસ્મરણીય સ્નેહભરી પ્રેમાળ યાદોનો અહેસાસ.
