લડવૈયા
લડવૈયા
આ છે દેશ ના આપણા લડવૈયા
આઝાદીના આ છે ઘડવૈયા,
પેલો છે સતાવનનો મંગલવીર
તે છે દેશ નો મોટો ભડવીર,
હવે દૂર થશે ગુલામીની આંધી
તે લાવશે આપણા મહાત્મા ગાંધી,
દેશ માટે છે ભગતસિંહ ને આઝાદ
દેશ હવે થશે જિંદાબાદ,
દેશ માટેના આ છે સાચા સૈનિક
જેની નજર છે સાચી નૈતિક,
દેશને મળશે હવે સાચી અંજલિ
આપીએ તેઓને સ્મરણાંજલિ.