STORYMIRROR

Minaxi Rathod "ઝીલ"

Tragedy Classics

4  

Minaxi Rathod "ઝીલ"

Tragedy Classics

લડવા જેવું હતું

લડવા જેવું હતું

1 min
5

યુધિષ્ઠિરે ચોપાટ અને રામે અયોધ્યા છોડવા જેવું હતું,

દ્રૌપદી અને સીતાને સાથે લઈ નીકળી જવા જેવું હતું.


ન્યાય, કાયદા, ને આપણે બનાવેલાં બધાં નીતિનિયમો,

કૌશલ્યા અને ગંગાપુત્ર ભીષ્મે મૌન તોડવા જેવું હતું.


શું કામ ચૂપચાપ ચાલી નીકળી હશે પાછળ પાછળ ?

છતાં રાજપાટે ઊર્મિલા એ વન ભોગવવા જેવું હતું.


હતી એ ગંગા ઘાટ જેવી પવિત્રને નિર્મળ, હે ગોવિંદ,

દુર્યોધનના નિર્વસ્ત્ર વિચાર પર વસ્ત્ર વિંટાળવા જેવું હતું.


સંઘર્ષને શસ્ત્ર બનાવ્યું અને વેદનાઓ સાથે યુદ્ધ કર્યું,

છળકપટી એ શકુનિના પાસા સામે લડવા જેવું હતું.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy