લાગણીની પ્રાર્થના
લાગણીની પ્રાર્થના


હે "અનસૂયા મા" તમારા નામ માત્રથી આત્મા પવિત્ર ને મન સંતોષ પામે છે.
દર્શન ની અભિલાષા કરતા સેવકો દર્શન કરીને પાવન બનવા માંગે છે.
માંગવું હોઈ છે પ્રત્યેક ને પણ એક દર્શન થતાં જ બધુ જ ભૂલી જાય છે.
તમે બોલતા નથી પણ બોલાવતા હોવ છો, તમારા પ્રત્યે પ્રેમ હંમેશા વધતો જાય છે.
દર્શન કરવા આવતા તમારા ભક્તમાં કળિયુગમાં પણ તમે દેખાઈ જાવ છે.
મંગલમ ટેનામેન્ટમાં તમને જોયા તો, "માવડી" તમારા દર્શનમાંજ ખોવાઈ જવાય છે.
આ ખારા સંસારમાં અમી નજર તમારી આંખોમાં મમતાનું વિશ્વ સમાઈ જાય છે.
ફરી બોલાવજો અનસૂયા મા કહેતા સેવકો તમને, ને તમે જ તેમને છોડી નથી શકતા.
તમારા બધા જ ભકતો "જય ગણેશ" કહ્યાં વગર રહી નથી શકતાં !