લાગણી તોડવાનું કહેતી નહીં
લાગણી તોડવાનું કહેતી નહીં
મુલાકાત થઈ તારી લાગણી સાથે,
એક બીજાના થયા લાગણી સાથે,
તો લાગણી તોડવાનું કહેતી નહીં,
સુખ દુઃખ માણ્યાં લાગણી સાથે,
મુસીબતો વિતાવી લાગણી સાથે,
તો લાગણી તોડવાનું કહેતી નહીં,
વસંત ઉજવી છે લાગણી સાથે,
પાનખર વીતાવી લાગણી સાથે,
તો લાગણી તોડવાનું કહેતી નહીં,
સમજીને રહ્યાં છીએ લાગણી સાથે,
ગેરસમજ દૂર કરી લાગણી સાથે,
તો લાગણી તોડવાનું કહેતી નહીં,
ઝગડ્યા-રિસાયાં લાગણી સાથે,
જુલ્મો સહ્યાં પણ લાગણી સાથે,
તો લાગણી તોડવાનું કહેતી નહીં,
નસીબમાં આવે છે લાગણી સાથે,
"મુરલી" નિભાવું છું લાગણી સાથે,
તો દગો કરવાનું વિચારતી નહીં.