Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Devendra Raval

Romance

4  

Devendra Raval

Romance

લાગણી હૃદયની

લાગણી હૃદયની

1 min
9


હૃદયની લાગણીને મૌનથી કેવળ મઠારો,

હૃદય ક્યારેય ના માંગે છે શબ્દોનો ઠઠારો.


કર્યો છે જ્યારથી સ્વીકાર જીવનમાં બધાનો,

નથી બચ્યાં હવે જીવનમાં પણ કોઈ નકારો.


લખી ને શબ્દ હું શીખ્યો છું કેવળ એટલું કે,

મળે ના શબ્દમાં એ પ્રેમનો સુંદર નજારો.


જગતને તો સુધારી ના શકો ક્યારેય પણ જો,

બને તો જાતને સમજી સદા ખુદને સુધારો.


ખ઼ુદા નિષ્પક્ષ રહી કાયમ મદદ કરતો રહે છે,

છતાં ક્યારેય સમજાતો નથી એનો ઈશારો.


હૃદયમાં પ્રેમની છે લાગણી અકબંધ એવી,

નથી થાતો ઘટાડો કે નથી થાતો વધારો.


મહોબતમાં નથી પરવા હવે પરિણામની પણ,

ભલે મઝધાર હો ને ના મળે કોઈ કિનારો.


મને સંતોષ તારા પ્રેમમાં છે એટલો કે,

નથી જોતું વધું કાંઈ નથી કોઈ ધખારો.


નવાઈ છે, જે લોકો પ્રેમના દુશ્મન છે સદાથી,

લગાવે છે એ મસ્જિદોમાં પણ લાંબી ક્તારો.


Rate this content
Log in

Similar gujarati poem from Romance