લાગી લગન
લાગી લગન
મને લાગી રે લગન રાધાશામની,
ઉરમાં વસી રે મૂરત રાધાશામની.
હવે નથી રે પડી ઘર કામની,
મને લાગી રે લગન મોરપીંછ ધારિની.
દુનિયા સાથેના સંબંધો મેં તોડ્યા,
રાધાશામની મૂરતમાં મોહી જગ છોડ્યા.
હવે ટળી રે ઉપાધિ ભાવના આ ઘરનું,
શ્ચાસે શ્ચાસે રટણ હવે રાધા વરનું.
હવે શોધું નહીં ઘડી હું આરામની,
મેં તો સોંપી દીધી જિંદગાની.
ઝરણાંમા ને તરણામાં રાધા શ્યામ છે,
સહુના હૈયામાં વસ્યાં રાધા શ્યામ છે.