લાડલી
લાડલી
કુમળી કળી એતો પિતાની લાડલી,
છોડી ગઈ દુનિયાને માની લાડલી,
સુંદર હતી એ ઢીગલી જેવી પરી,
મહિના રહી ત્રણ આ ધરાની લાડલી,
જોઉં હું પાનેતર પહેરાવી તને,
ના સાત ફેરા, ના સખાની લાડલી,
છે પારણું તારું સુનું, ભીનું હૃદય,
જાઉં હું ક્યાં ક્યાં શોધવાની લાડલી,
'સપના' બધાં મારાં અધૂરા આંખનાં,
તું દેવની પ્યારી મજાની લાડલી !