STORYMIRROR

Chaitanya Joshi

Romance

3  

Chaitanya Joshi

Romance

ક્યારે ?

ક્યારે ?

1 min
26.2K


આ સાગર સરિતાની ભાળ લેશે ક્યારે ? 

ઉરે અપાર વેદના ભંડારી કહેશે ક્યારે ? 


ગરજતો ઉછળતોને અથડાતો કિનારે,

જઈ અંબુ સમીપને એ વહેશે ક્યારે ?


માંહે ભર્યા છે ભંડારો સાચાં મોતીનાં, 

મૌક્તિક હારને સરિતા પહેરશે ક્યારે ? 


ઉદધિ ઉછળી ફરિયાદ આભને કરી,

પિયરે શૈલસુતાને જઈ મળશે ક્યારે ? 


અફાટ જળરાશિ તોય બની ઉદાસી 

એને પ્રિયામિલન આશ ફળશે ક્યારે ?


Rate this content
Log in

Similar gujarati poem from Romance