Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!
Unlock solutions to your love life challenges, from choosing the right partner to navigating deception and loneliness, with the book "Lust Love & Liberation ". Click here to get your copy!

Pranav Kava

Abstract Drama Inspirational

3  

Pranav Kava

Abstract Drama Inspirational

ક્યાંથી હોય ..?

ક્યાંથી હોય ..?

1 min
234


માનવતા થઈ ગઈ મુકાબલાની,

લાગણી ક્યાંથી હોય ?


ફૂલો થઈ ગયા પ્લાસ્ટિકના,

સુગંધ ક્યાંથી હોય ?


મજા થઈ ગઈ મજાકની,

આનંદ ક્યાંથી હોય ?


સંબંધો થઈ ગયા ઝઘડાના,

શાંતિ ક્યાંથી હોય ?


વિચારો થઈ ગયા જુદા જુદા,

મનમેળ ક્યાંથી હોય ?


શ્રદ્ધા થઈ ગઈ નાસ્તિકતાની,

અસ્તિત્વ ક્યાંથી હોય ?


ભાવ થઈ ગયા મૃગજળના,

વાસ્તવિકતા ક્યાંથી હોય ?


કામ થઈ ગયા ખોટા,

પ્રામાણિકતા ક્યાંથી હોય ?


'પ્રણવની કલમ' કહે આ દુનિયામાં,

માણસાઈ ક્યાંથી હોય ..?


Rate this content
Log in

Similar gujarati poem from Abstract