STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

4  

Meenaz Vasaya. "મૌસમી"

Tragedy

ક્યાં સુધી હસતું મારું વદન રાખું ?

ક્યાં સુધી હસતું મારું વદન રાખું ?

1 min
6

ક્યાં સુધી સપનાંઓ મારા દફન રાખું ?

ક્યાં સુધી અશ્રુઓભર્યા નયન રાખું ?


સમાજમાં અન્યાય જોઈ જીવ બળે છે મારો,

ક્યાં સુધી વેદનાથી તપતું હૈયાનું ગગન રાખું ?


વસંત તો આવીને ચાલી ગઈ, ફૂલ ના ખીલ્યાં,

ક્યાં સુધી ઉજ્જડ હું હૈયાનો ચમન રાખું ?


નથી જ મળવાના એ કદી જીવનમાં મને,

ક્યાં સુધી શમણું એનું હૈયે દફન રાખું ?


કેટલાય શમણાંઓ તૂટ્યા છે મારા, કોને કહું ?

ક્યાં સુધી નકલી સ્મિત ભરેલું વદન રાખું ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy