STORYMIRROR

Chirag Sharma

Tragedy Inspirational

3  

Chirag Sharma

Tragedy Inspirational

ક્યાં મળે છે

ક્યાં મળે છે

1 min
116

ટીકા કરનાર તો બહુ મળે છે,

પણ પ્રોત્સાહિત કરનાર ક્યાં મળે છે ?

 રડાવનારા બહુ મળે છે,

પણ હસાવનાર ક્યાં મળે છે ?


જુઠાંઓ તો બહુ મળે છે,

પણ સાચાં વ્યક્તિઓ ક્યાં મળે છે ?

બેઈમાનો તો ઘણાં મળે છે,

પણ ઈમાનદાર વ્યક્તિ ક્યાં મળે છે ?


લોભિયાઓ તો ઘણાં મળે છે,

 પણ આજે સંતોષી નર ક્યાં મળે છે ?

 મિત્રો તો ઘણાં મળે છે,

પણ સાચી રાહ બતાવનાર મિત્રો ક્યાં મળે છે ?


 નેતાગીરી કરનાર ઘણાં મળે છે,

પણ લાલચ વિના દેશસેવા કરનાર ક્યાં મળે છે ?

સેવા નાં બહાના હેઠળ મેવાખાનાર ઘણાં મળે છે,

પણ નિઃસ્વાર્થ સેવા કરનાર આજે ક્યાં મળે છે ?


માણસો તો ઘણાં મળે છે,

પણ સાચો અને સારો માણસ આજે ક્યાં મળે છે ?


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy