STORYMIRROR

anjana Vegda

Romance Tragedy Others

4  

anjana Vegda

Romance Tragedy Others

ક્યાં ખબર હતી !

ક્યાં ખબર હતી !

1 min
314

મુઠ્ઠીભર સ્વપ્નો લઈને શણગારી'તી આંખો

થઈ અશ્રુઓ વેરાઈ જવાના ક્યાં ખબર હતી.


કર્યા હતા વાયદાઓ સંગે સંગે ચાલવાના

એમ રસ્તાઓ ફંટાઈ જવાના ક્યાં ખબર હતી.


સિંચ્યો હતો બાગ સ્નેહના ઝરણાઓ થકી

પાંગરેલા પુષ્પો મૂર્જાઈ જવાના ક્યાં ખબર હતી.


સળકડા સ્નેહના કરી ભેગા ગૂંથેલા એ માળા

માત્ર એક ફૂંકથી વિખરાઈ જવાના ક્યાં ખબર હતી.


પ્રેમના હસ્તાક્ષરો ને સગપણનો એ દસ્તાવેજ

વરસોનાં સંબંધો ભૂસાઈ જવાના ક્યાં ખબર હતી.


ચીતરી દીધું જીવન સઘળું 'અંજુ' તુજ સમ

એ જ નજરમાં ખોટા અંકાઈ જવાના ક્યાં ખબર હતી. 


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Romance