STORYMIRROR

Pravina Avinash

Tragedy

3  

Pravina Avinash

Tragedy

ક્યાં જઈ રહ્યા ?

ક્યાં જઈ રહ્યા ?

1 min
13.4K


આંધળી પ્રગતિના પંથે દોટ

અધોગતિમાં સરતા ગયા

આધુનિકતાની ઝાકઝમાળ

સંસ્કાર નેહ વિસરાતા ગયા

મોંઘવારીના ભરડે ભરમાયા

સામાન્ય જન જોયા કચરાતાં

દેખાદેખીની અંધ હરિફાઈમાં

અંતરના ઓજસ ઓલવાયા

ફેશનની ટાપટીપમાં ગુંથાઈ

સાદગીના પાઠ ભૂલાઈ ગયા

આતંકવાદના ઓળા ઉતર્યા

નિર્દોષોના લોહી વહાવ્યા

જાગો ઉઠોને ફરી વિચારો

ક્યાંથી કઈ દિશે જઈ રહ્યા


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy