ક્યાં ગયો એ જમાનો
ક્યાં ગયો એ જમાનો
ક્યાં ગયો એ જમાનો ?
મજાનો હતો સુંદર ખજાનો,
રીમઝીમ વર્ષામાં ભીતર પણ ભીના થતાં,
કાગળની નાવડીમાં ખુશીથી સફર કરતા,
ક્યાં ગયો એ જમાનો મજાનો !
અડધીમાંથી અડધી ચાનો જમાનો,
ચાની સાથે ભજીયાની પાર્ટી રખાતી,
એ જમાનો,
ક્યાં ગયો એ જમાનો ?
બગડેલા વસ્ત્રો સાથે સાફ દિલનો જમાનો,
ટેન્શનને ચિંતા વગરનો જમાનો,
ક્યાં ગયો એ જમાનો ?
વિશાળ ખુલ્લા હૃદયનો જમાનો,
એ નિખાલસ અને સાલસ સ્વભાવનો જમાનો,
ક્યાં ગયો એ જમાનો ?
