STORYMIRROR

Ramesh Patel (Aakashdeep)

Inspirational

4.3  

Ramesh Patel (Aakashdeep)

Inspirational

ક્યાં છે સમય

ક્યાં છે સમય

1 min
158


ક્યાં છે સમય !……

 

ઊગ્યો  સૂરજ ધરતો ચેતના  ગગન

ખોવાયો  હું  કામના જંગલ ને મધ્ય

કર્યું ડોકું ઊંચું ; ત્યાંતો આથમ્યો જ દિન

બોલે હસતો આ જમાનો ભાઈ…

ક્યાં છે સમય? વાલમજી તમને ક્યાં છે સમય!

 

તપ્યા સૂરજ  ને છવાયા વાદળ 

ભીંજાયું સઘળું આ વરસાદ મહીં

ખીલી સૄષ્ટિ  થઈ  લીલી લીલી

ના  આવડ્યું ભીંજાતાં ભરીને મન

ક્યાં છે સમય? પૂછે કુદરત ક્યાં છે સમય!

 

સંધ્યા જ ઢળી , છવાઈ નીરવ નિશા

જાગીને ઠેલું રોશનીએ રજનીની હદ

રણકી   ઘંટડી મોબાઈલની ભોરે અરિ

થઈ ગઈ  રાતની વાત જ  પૂરી….

ક્યાં છે સમય? મહારથી ક્યાં છે સમય!

 

મારા નાનકાનો  નાનકો બોલે હસી

આવી પૂછે, હળવો હાથ ટાલે ફેરવી

દાદા! જુઓ  સામે આથમે કેવો રવિ

વદુ  હસી બોખું…પૂછું રવિરાય 

ક્યાં છે સમય? ક્યાં  સંતાયો  મારો સમય!


રમેશ પટેલ(આકાશદીપ)


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational