કવન
કવન
નહીં મારું, નહીં તારું,
કવન ઈશ્વરનું છે ન્યારું
જે અસ્મિતા જગાડે ના,
કવન નામે એ અંધારું.
હ્રદયનાં તાર ડોલાવે,
કવન એ લાગતું પ્યારું.
બીજી કોઈ રીત ના ફાવી,
કવનમાં ખુદને વિસ્તારું.
નથી કાયમ હું રહેવાનો,
કવન રહી જાય તો સારું.
ન ઝંખું વાહવાહી હું,
કવન કૃષ્ણાર્પણ મારું.
