STORYMIRROR

Dhanjibhai gadhiya "murali"

Inspirational Others

3  

Dhanjibhai gadhiya "murali"

Inspirational Others

કવિનું મન

કવિનું મન

1 min
2

અજબ ગજબનું છે આ કવિનું મન,

જે હૃદયમાંથી ભાવો બહાર લાવે છે,

ભાવનાઓને કવિ કલમમાં ઉતારીને, 

તે અદ્ભૂત કાવ્યોનું સર્જન કરે છે,


ક્યારેક ક્યારેક તો વિચારોમાં ડૂબીને,

ન જાણ્યે કેવી કલમ કવિ ચલાવે છે,

ક્યારેક હસાવે અને ક્યારેક તે રડાવે,

ક્યારેક કવિ પણ પોતે રડી જાય છે,


એવા પણ કવિઓ આ દુનિયામાં છે,

જે દેશની સલ્તનત હલાવી નાખી છે,

તો ક્યારેક આ કવિનું મન કલમથી, 

દેશનું નામ પણ દુનિયામાં ચમકાવે છે,


કવિના મન સાથે આ કલમનો નાતો,

યુગો યુગો કરતાં પણ વધુ જૂનો છે,

આદર્શ કવિ આ દુનિયામાં "મુરલી",

એક અનોખો ઈતિહાસ રચી જાય છે.


Rate this content
Log in

Similar gujarati poem from Inspirational