કવિ નર્મદ
કવિ નર્મદ
સુરતની ધરતી પર ઊગ્યો હતો એક ચાંદ,
નર્મદશંકર લાભશંકર દવે હતું જેનું નામ,
આત્મકથા લખવાની જેને કરી હતી પહેલ,
મારી હકીકત જેવી આપી છે એક દેન,
ગુણવંતી ગુજરાતનું કર્યું છે ગુણગાન,
પોતાના શબ્દોથી ગૌરવવંતુ બતાવ્યું છે ગુજરાત,
ઊર્મિકાવ્ય એમના છે ઘણા અદભૂત,
દેશાભિમાનથી છે ઘણા સમૃદ્ધ,
તેમની રચનામાં સ્ત્રીશિક્ષણે આપ્યું હતું સ્થાન,
તેઓ પ્રકૃતિ પ્રણયને સ્ત્રીશિક્ષણને આપતા હતા સન્માન.
