STORYMIRROR

Ranjana Solanki Bhagat

Romance

4  

Ranjana Solanki Bhagat

Romance

કુદરતનો ક્રમ

કુદરતનો ક્રમ

1 min
201

હું કરું યાદ ને તું ભૂલી જાય,

તો કુદરતનો ક્રમ તૂટી જાય !


ચંદ્ર ખીલે આકાશમાં ને, 

સાગરમાં ખળભળાટ ના થાય

તો કુદરતનો ક્રમ તૂટી જાય !


મેઘલી રાતે વરસતા વરસાદમાં,

ચમકતી વિજળીના ઝબકારે,

શું બે દીલ વિખૂટા થાય,

તો કુદરતનો ક્રમ તૂટી જાય !


જો ધીરજ ખૂટે મિલન માટે,

દિવસો લાગે વરસો વિરહમાં,

ને પળ પલટાય યુગમાં,

તો કુદરતનો ક્રમ તૂટી જાય !


પ્રિતને મારી કાચી ના જાણ,

રાખશું આપણે એકબીજાની સંભાળ,

જો થયા જુદા આપણે તો,

તો કુદરતનો ક્રમ તૂટી જાય !


Rate this content
Log in

Similar gujarati poem from Romance