STORYMIRROR

Dr.Riddhi Mehta

Drama

3  

Dr.Riddhi Mehta

Drama

કુદરતની કમાલ

કુદરતની કમાલ

1 min
520

કુદરત પણ કરે છે કમાલ,

ક્યારેક આંધી તો કદીક મચાવે છે તોફાન.


ધરતી પર વધી જાય છે જ્યારે પાપ,

ખુદાને પણ વર્તાવવો પડે કેર આજ.


વાવાઝોડાની આફતો આવે ને જાય,

અડગ મનનો માનવી હાલકડોલક ના થાય.


જેમ કર્યા કર્મો ભોગવે છૂટકો,

તેમ મુસીબતોનો મક્કમતાથી કરીએ સામનો.


જીવન પણ એવું જ છે અનિશ્ચિત,

ઘડીક હોય સુખ, બાકી તો હોય હજારો ઉપાધિઓનું વંટોળ.


દસકો સુખને દસકો દુઃખ,

છતાં આ મન ક્યાં રહે છે ચૂપ !!


નસીબ અને મહેનતને જો પડી જાય મેળ,

તો સૌને જીવનમાં હોય લીલાલહેર !!



Rate this content
Log in

Similar gujarati poem from Drama