કુદરતની કળા
કુદરતની કળા
કુદરતની આ કળા તો જુઓ,
ફૂલોમાં સોનેરી સુગંધ તો જુઓ,
પર્ણની પેલી પર્ણફૂટી તો જુઓ,
વાદળમાં પેલી વિશાળતા તો જુઓ,
ગગનની પેલી ગર્જના તો જુઓ,
વૃક્ષોની પેલી વિનમ્રતા તો જુઓ,
છોડની પેલી છટા તો જુઓ,
નદીની પેલી નિર્મળતા તો જુઓ,
પાણીની પેલી પવિત્રતા તો જુઓ,
પક્ષીની પેલી સુંદરતા તો જુઓ,
રંગબેરંગી પેલી અદા તો જુઓ,
મોસમની પેલી મીઠાશ તો જુઓ,
અવનવી ઋતુની અસર તો જુઓ,
માનવની પેલી માનવતા તો જુઓ,
મિત્રો વચ્ચેની પેલી સંગતતા તો જુઓ,
મારી રચનાની પે'લી લીટી તો જુઓ,
કુદરતની આ અદભુત કળા તો જુઓ.
