STORYMIRROR

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

3  

Meenaz Vasaya. "મૌસમી"

Fantasy

કુદરતની કારીગરી

કુદરતની કારીગરી

1 min
9

નયનરમ્ય, મનમોહક, અનન્ય છે કુદરતની કારીગરી !

હું જોઈ તેની કારીગરી, એના પર જાઉં વારી વારી.


ધરતીના મુખ પર, પહાડ રૂપી રચ્યું કાળું તિલ,

જોઈ એનું અદભુત રૂપ ડોલે માનવીનું દિલ !


વાદળ સાથે વાત કરતા ઉચા ઉચા વૃક્ષો, સુંદર ફળ ફૂલ આપે,

આ એક બીજના એક હજાર ગણા બીજ આ ધરતી આપે.


ખળ ખળ વહેતા ઝરણા જોને કેવા મનમોહક લાગે,

જોઈ એને વહેતા, જીવન પ્રત્યે નવો ઉત્સાહ જાગે.


અલ્લડ યુવતી જેવી સરિતા જોને સાગરને મળવા કેવી અધીર છે !

સાગર પણ જોને પ્રૌઢ આદમી જેવો કેવો ધિર ગંભીર છે !


બાગે મહેકતા ફૂલોની સુગંધ ઘેર ઘેર વહેંચે હવા જોને ટપાલી બની !

આ ગુલાબ કેવું મંદ મંદ હસે કોઈ યૌવનાના ગાલની લાલી બની !


હું પણ પાગલ બની કુદરતના અનન્ય રૂપને અલ્ફાઝમા રૂપાંતરિત કરવા !

જોને આ ખીલતું ફૂલ હસી રહ્યું છે મને પ્રેરિત કરવા.


Rate this content
Log in

Similar gujarati poem from Fantasy