કુદરતને પડકાર
કુદરતને પડકાર


આભ હજુ તું ઊંચું ચડ,
માથાને જરા ઓછું નડ,
મજબૂત બન ધરતી જરા,
ઊંડો ઊતરી જાઉં જ્યાં હું ઊભો ધરા,
ચમક વધુ સૂરજ હજી,
તું અંજાઈ જાય હું નીકળું સજી ધજી,
નભમાં બસ આટલા જ તારા ?
નયનમાં ભર્યા મેઁ અનંત સિતારા,
વાદળ ભર નીર ભરપૂર,
મારે પરસેવે આવે પૂર,
સાગર જળની કેવી ખારાશ,
આંસુ મારા આવે તારે રાશ,
આભ હજુ તું ઊંચું ચડ,
ક્યાં તો આવી મારે ખંભે પડ.