કુદરત તારી
કુદરત તારી
ફૂલડાં ને ફોરમ, ભમરાને ગુંજન
પતંગિયા ને પાંખોને આપ્યું રૂપ સુંદર
કુદરત તારી કરામત જોઈને મનડું મારું હરખે...!
પર્વતો એ ઊંચા ઊંચા ને સુંદરતા અપાર
બને વધારે રંગીન જ્યારે નદી વહે ખળખળ
કુદરત તારી કરામત જોઈને મનડું મારું હરખે...!
જમીન પર સ્થિર ઊભા એ વૃક્ષો મોટા મોટા
બનીને ઊભા સ્તંભ અટકાવે ધોવાણ એ ધરા તણાં
કુદરત તારી કરામત જોઈને મનડું મારું હરખે...!
બગીચામાં ખીલ્યાં રંગબેરંગી અવનવાં ફૂલ
સુગંધ જેની મનમોહીલે સૌના બનાવે હળવાફૂલ
કુદરત તારી કરામત જોઈને મનડું મારું હરખે...!
કોયલને કંઠ મજાનો, મોરને રંગબેરંગી પીંછાં
દરજીડો સીવે સુંદર માળો, ચકીબેન લાગે પ્યારાં
કુદરત તારી કરામત જોઈને મનડું મારું હરખે...!
તળાવમાં મેં દીઠા સુંદર અવનવા શંખ છીપલાં
સૌના જીવનમાં પૂરે ખુશીઓના મીઠા સપનાં
કુદરત તારી કરામત જોઈને મનડું મારું હરખે...!