STORYMIRROR

Drsatyam Barot

Inspirational

4  

Drsatyam Barot

Inspirational

કુદરત એને ઢાળે છે

કુદરત એને ઢાળે છે

1 min
29K


દુખમાં પણ જે સૌના વચનો પાળે છે,

જીવન આખે આખું એના ફાળે છે.


રેખાઓને જીવનમાં જે ટાળે છે,

કુદરત એને કુદરતમાં પણ ઢાળે છે.


કર્મોમાં જાતોને જેવી ઢાળે છે,

માણસ એનું જીવન એવું ભાળે છે.


આકાશે ઉડતાં હો ચાહે પંખીડાં,

જીવ એનો તોયે એના માળે છે.


વેવારોમાં રાજા કેવો કાચો છે,

ઊંટે ઊંટે જાતું, ડૂચા ખાળે છે.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Inspirational