STORYMIRROR

Vrajlal Sapovadia

Drama

3  

Vrajlal Sapovadia

Drama

કતાર

કતાર

1 min
20

આ લાંબી શાની હશે હાર ? સુંદર ભાસે કતાર 

ગરીબડા ઊભાં અન્ન જોઈ, ભાંગશે પેટની રુચિ,


બેકાર બધાં જન્મથી હતાં, મળે કદાચ નોકરી 

બીમારી કરી ગઈ ઘર અંગે, કરશે ઈલાજ કોઈક,


ભટકતાં ન્યાય માટે લોકો, ઊભાં અદાલત જોઈ 

બે ટેણિયાં રડતાં નિશાળે, દાખલો લેવાં આશ,


બેટી બચાવશે કોઈ વળી, દીકરી ઊભી કુમળી 

ખભે ખેસ મૂકી ખેડૂત ત્યાં, ભાવ લેવાં લઘુત્તમ,


સાંજે ખબર પડી કતારમાં, હલચલ મચી ગઈ જરાં 

જાણીને એ વાત બિચારાં, અડધાં બેભાન થયાં,


ચૂંટણી પ્રચાર પતાકડાં, નેતા વેંચતાં અહીં 

ચૂંટાયે દૂર કરશે બધી, સમસ્યાં નાનીમોટી,


ભલાં ભોળાં હતાં નેતાજી, ચોખવટો કરી નહીં 

તકલીફ દૂર કરશે કોની, પ્રજા કે પોતાની ?

 

આ લાંબી શાની હશે હાર ? સુંદર ભાસે કતાર 

કટાર લઈ ઊભાં હતાં ભાઈ, કતારનાં નામે ભૈ,


કાતર ફેરવતાં મીઠી આ, જીભની કેવી સરસ ?

કરી લાંબી કતાર મજબૂર, લોકની સ્વાર્થ સારુ.


ଏହି ବିଷୟବସ୍ତୁକୁ ମୂଲ୍ୟାଙ୍କନ କରନ୍ତୁ
ଲଗ୍ ଇନ୍

Similar gujarati poem from Drama