કસોટી
કસોટી
લગાગાગા લગાગાગા લગાગાગા લગાગાગા
(હજઝ છંદ)
મળી છે પાંખ તો ઉડાન આકાશે હું ભરવાનો,
ને રાખી મુક્ત મનની આશને આભે હું ફરવાનો.
ઘણું જીવ્યો તમારા માનને ખાતર તો હું જીવન,
હવે મારી જે મરજી થાય એ વટથી હું કરવાનો.
અમે જોયા એ તારાને જે ટમટમતા હતા સામે,
ખુલા આભે ઉડું હું ક્યાં એ કલ્પનથી હું ડરવાનો.
નથી આસાન રાહો જે મથું છું પાર કરવા હું,
ઉડાનોમાં મળે એ દુઃખને ક્યારે હું હરવાનો !
ભલે કમજોર છે પાંખો ભલે રસ્તો કઠણ ભદ્રા,
કસોટી પાર ઉતરીને ઉડાનોને હું ભરવાનો.
