STORYMIRROR

Gunvant Upadhyay

Romance Others

3  

Gunvant Upadhyay

Romance Others

કરવી નથી

કરવી નથી

1 min
13.5K


કોઈની પણ અપેક્ષા ય કરવી નથી;

કોઈપણની લે; ઇર્ષા ય કરવી નથી.

પાલવે ક્યાં હવે કંઈ પળોજણ નવી?

વાત એકે ય વૄથા ય કરવી નથી.

ચાહતો'તો તને એ તને જાણ છે;

વાત આગળ બેપર્દા ય કરવી નથી.

આપણે જે સમયપથ હતાં ચાલતાં;

એ સમયની ય વાર્તા ય કરવી નથી.

ખાનગીમાં કહ્યું તેં ભલે પાનખર;

મારે વાસંતી ચર્ચા ય કરવી નથી.

કોઈ એકાદ જણ આ સભામાં હશે;

જાણતો કે ઉપેક્ષા ય કરવી નથી.

મિત્ર મારા તને કાનમાં લે, કહું;

લાંબી-ટૂંકી ય દાસ્તાં ય કરવી નથી. 


विषय का मूल्यांकन करें
लॉग इन

Similar gujarati poem from Romance