કૃષ્ણને
કૃષ્ણને
કૃષ્ણને મળ્યો દેવિકા અને જશોદા તણો અપાર પ્રેમ નિહાર,
જગતના તારણહાર વિષ્ણુને કોખે રાખનારી ને ઉછેરનારી આહીરાણી,
પોતાના સુખને ત્યાગી મન, વચન, કર્મથી સંસ્કારોનું સિંચન કરનારી,
આંખોની નમી કૃષ્ણને સર્વસ્વ સોંપી દેખભાળ દિનરાત રાખનારી,
માખણ, મિસરી વલોવતા કૃષ્ણની લીલાઓ ને મનને વાંચનારી,
તોફાની બને કાનુડો નટખટ સતાવતો જશોદામાં ને અડકડે શોધનારી,
દુજે નવલખ ધેનુ નંદબાબાને આંગણિયે જાણે ગોકુળમાં રેલમછેલી,
મળતાં માખણીયા નેહળે ચોરી ખાતો ગોપીયુનાં ખોરડે,
હૈયામાં હેત ગોવાળિયાઓને સાથે રાખીને એકલવાયો બની ન ખાનારો,
દેવકીમાં વલોપાત કરતા કૃષ્ણને જોવા તરસે આંખ અધિરી,
સંદેશો મળે એક સ્ત્રીને દેવકી અને જશોદા તણો,
કોઈ દિવસ ન રહે સાસુ વહુનો કજિયારો.
