કૃષ્ણને સમર્પણ
કૃષ્ણને સમર્પણ


આદિ, મધ્ય, અને અંત તમે જ છો હે અચ્યુતમ..
મારું અંતર અને મન તમને જ કરું છું હું સમર્પણ...
વાણી, વચન, સ્વર અને ભજન
રણકે છે તમારા જ એકાક્ષરી ૐ થકી...
કહું છું તો ખરી હું છું તમારા જ અંશ થકી...
ગોપી, મીરા, કે રાધા સમી નથી ભક્તિ મારી,
છે સમય, ઉંમર, કે ફરજોની બલિહારી
તારી લીલા નથી થતી એટલી જેટલી એ મને છે વ્હાલી...
તું કરી દે કોઈ ચમત્કાર તારા ચક્ર થકી,
હું કાર્યો કરું પણ મન રહે મારું તારા જ સમીપ,
હું કર્મ કરું પણ એ હોય સંપૂર્ણ આસક્તિ રહિત.