STORYMIRROR

Rahul Desai

Tragedy Fantasy

3  

Rahul Desai

Tragedy Fantasy

કૃષ્ણ તારી પીડાનો કોઈ ચાહક નથી

કૃષ્ણ તારી પીડાનો કોઈ ચાહક નથી

1 min
477

કૃષ્ણ, તારા સ્મિતના તો ઘણાએ દિવાના છે,

પણ, તારી પીડાનો કોઈ ચાહક નથી.


કૃષ્ણ, તારી સોનાની દ્વારકા સહુ \ને રળિયામણી લાગે છે, 

પણ, એ બનાવા તે કરેલા સંઘર્ષ નો કોઈ ચાહક નથી. 


કૃષ્ણ, તારી આંખોમાં દેખાતા જીવનના સુખના દાવેદાર તો ઘણા છે,

પણ, એ આંખોમાં રહેલી વેદના ને સમજે એવો કોઈ ચાહક નથી. 


કૃષ્ણ, તે કહેલી ગીતા તો સૌએ વાંચી છે, 

પણ, એમાં કહેલી વાતો ને જીવનમાં ઉતારે એવો કોઈ ચાહક નથી.


કૃષ્ણ, સહુના સુખ, દુઃખ ને સદાય સ્વીકારે એવું તારું વ્યક્તિત્વ છે,

પણ, તારા દુઃખ ને સ્વીકારે એવો કોઈ ચાહક નથી. 


કૃષ્ણ, તારી વાંસળીની સૂરના ઘેલા તો ઘણાય છે, 

પણ, એ સૂરમાં વહી રહેલી તારા હૃદયની પીડાને સમજે એવો કોઈ ચાહક નથી.


કૃષ્ણ, તારું સુદર્શન કવચ તો સૌને પ્રાપ્ત કરવું છે, 

પણ, ખુદ સુદર્શન ધરાવનાર તું પણ ક્યાં મૃત્યુને રોકી શક્યો છે, એ સમજનાર કોઈ ચાહક નથી.


સામગ્રીને રેટ આપો
લોગિન

Similar gujarati poem from Tragedy