STORYMIRROR

Jaya. jani. Talaja."jiya"

Tragedy

3  

Jaya. jani. Talaja."jiya"

Tragedy

કરો વિચાર

કરો વિચાર

1 min
219

આપ્યું નહીં વિધાતાએ રૂપ મને.

પતિ કરે રોજ મારું અપમાન.

શું હું છું, ગુનેગાર ?


દીકરી કે દિકરો જીવને ઈશ્વર બનાવનાર.

દીકરી હું, માં મને જન્મદેનાર.

ન માં, કે ન હું, અપરાધમાં આવનાર.

સમાજ સ્ત્રી ને અપમાન આપનાર.


દિકરાને જન્મ દેતા સંતાનમાં ભેદભાવ રાખનાર.

આમાં અન્ય શું કરે વિચાર ?

બનુ હું દીકરીની માં,આપે મને અપમાન ને ધિક્કાર.

કરે આ સુંદર કામ, મારો જ પરિવાર.

આમાં હું, ક્યાં કોઈ કારણનો આધાર.

કરો તો જરા વિચાર, ને કરો નારીનો વિચાર.


પાસા સમાજના બે, નર ને નારી.

છે,વિચારધારા અન્યાયવાળી,

ઘટી છે,સૃષ્ટિમાં સ્ત્રીની સંખ્યા આજે,

થશે શું સંસારનું કાલે ? વિચારો આજે.

કરી દરેક આનો વિચાર, કરશે સ્ત્રીનું સન્માન.

ને બચાવશે,સંસારને, બની નરનારી એક સમાન.


Rate this content
Log in

Similar gujarati poem from Tragedy